અમિત શાહે લગાવી ફટકાર, હરિયાણા BJPનાં અધ્યક્ષે પદ પરથી આપી દીધું રાજીનામું

ભારતીય જનતા પાર્ટીના હરિયાણાના અધ્યક્ષ સુભાષ બરાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હરિયાણાના ટોહાનાના ભાજપ ઉમેદવાર સુભાષ બરાલાને અમિત શાહે ફટકાર લગાવી હતી તેમ સુત્રો જણાવી રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 10 સીટોનાં નુકસાનની સાથે 37 સીટો પર આગળ ચાલી રહી છે. તો 17 સીટોના ફાયદા સાથે કોંગ્રેસ 32 સીટો પર પાછળ ચાલી રહી છે. તો દુષ્યંત ચૌટાલા જેજેપી કિંગ મેકરની ભૂમિકામાં નજર આવી રહ્યો છે.

તેવામાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીના સમર્થન માટે કોંગ્રેસે સંપર્ક કર્યો છે. સુત્રો પ્રમાણે કોંગ્રેસે જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ પણ ઓફર કરી દીધું છે. તો જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે, તેમની પાર્ટી નવી સરકાર બનાવવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે. તેઓએ કહ્યું કે, રાજ્યમાં જો કોઈ પાર્ટીને બહુમત નથી મળતું તો તેની પાર્ટી જ કિંગ મેકરની ભૂમિકા ભજવશે.

ચૌટાલાએ કહ્યું કે પરિણામ આવ્યા બાદ નક્કી કરીશું કે બીજેપી સાથે જવું છે કે કોંગ્રેસની સાથે કે પછી વિપક્ષમાં બેસવું છે. અમારી પાર્ટીએ જાતિ અને પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને કામ કર્યું છે. અમે રાજ્યમાં 75 ટકા યુવાઓને નોકરી આપવા, ખેડૂતોને યોગ્ય કિંમત આપવી અને મહિલાઓની સુરક્ષા પર પ્રાથમિકતાથી કામ કરવા ઈચ્છીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.