સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આજે ડીઝલ પણ 28 પૈસા પ્રતિ લિટર મોંઘુ છે. જો કે કાચા તેલના બજારોમાં ગત અઠવાડિયે બુધવારે અને ગુરુવારે નરમાશ જોવા મળી હતી. પરંતુ શુક્રવારે અહીં ફરી વધારા સાથે બંધ થયું.
અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલવાના કારણે ગત માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો નથી થયો. પણ આ દરમિયાન કાચું તેલ મોંઘુ થવા છતાં પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો. પરંતુ ગત 4 મહિનામાં આની કિંમત ખૂબ વધી છે.
દિલ્હી 97.22 87.97
મુંબઈ 103.36 95.44
ચેન્નાઈ 98.40 92.58
કોલકત્તા 97.12 90.82
ભોપાલ 105.43 96.65
રાંચી 93.13 92.86
બેંગલુરુ 100.47 93.26
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી આયોગે ગત 26 ફેબ્રુઆરીએ અધિસૂચના જારી કરી હતી. આ બાદ સરકારી તેલ કંપનીઓએ અંતિમ વાર 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આ બાદ બે મહિનાથી પણ વધારે દિવસો સુધી કોઈ વધારો થયો નહીં.
સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.