દિલ્હીમાં મંગોલપુરી વિસ્તારમાં એક ઘરમાં સિલેન્ડરથી ગેસ લીક થતા ભીષણ આગ લાગી હતી. જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં 13 લોકો આગની ઝપેટમાં આવી થઈ ગયા હતા.
મંગાલરપુરી વિસ્તારમાં એક ઘરમાં શનિવારે સાંજે લગભગ 6 વાગે સિલેન્ડરમાંથી ગેસ લીક થવા પર આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ રુપ ધારણ કર્યુ હતુ.
થોડીક વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં 13 લોકો આગની અડફેટે ગયા હતા. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને મામલામાં આગળની તપાસ જારી છે.
જે ઘરમાં આગ લાગી છે તેના માલિકનું નામ ગણેશ છે. જાણકારી મુજબ તેમની પત્નિ સાવિત્રી ગેસ સિલેન્ડર બદલી રહી હતી. તે સમયે ગેસ લીક થયો અને ક્ષણવારમાં આગ લાગી. ઘટનામાં ઘાયલ લોકોને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.