સોનામાં રોકાણ કરીને બની શકો છો પૈસાવાળા,સોનું કિંમતી ધાતુ નહીં પણ શુભ ધાતુ પણ છે

ભારતમાં સોનાનું મહત્વ ફક્ત એ વાતથી લગાવી શકાય છે કે લગ્નના બજેટમાં એક મોટો ભાગ તેના માટે અલાયદો રાખવામાં આવે છે. દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં સોનાની ખપત સૌથી વધારે છે.

સોનામાં રોકાણના અનેક વિકલ્પ હોઈ શકે છે જેમકે ઘરેણા, સોનાના સિક્કા, ગોલ્ડ બુલિયન્સ વગેરે, પણ તેમાં  સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે સૉવરેન ગોલ્ડ બોન્ડ. આ સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી રિસ્ક ઓછું રહે છે અને તમે ચિંતા વિના સારું રિટર્ન મેળવી શકો છો. સૉવરેન ગોલ્ડ બોન્ડને રિઝર્વ બેંક જાહેર કરે છે.

સોનાના શેરની જેમ ખરીદવાની સુવિધાને ગોલ્ડ ઈટીએફ કહે છે. આ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. આ સોનામાં રોકાણના સૌથી સસ્તા વિકલ્પમાંનો એક છે. આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જેને સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. ગોલ્ડ ઈટીએફનો બેન્ચમાર્ક સ્પોટ ગોલ્ડની કિંમત છે. તમે તેને સોનાની વાસ્તવિક કિંમતની નજીકમાં ખરીદી શકો છો. ગોલ્ડ ઈટીએફ ખરીદવા માટે તમારી પાસે એક ટ્રેડિંગ ડીમેટ ખાતું હોવું જોઈએ.

તમે સીધા ઓનલાઈન મોડ કે તેના ડિસ્ટ્રીબ્યુટર્સના માધ્યમથી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. અન્ય તરફ ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં  AMC રિટર્નને માટે ગોલ્ડ ઈટીએફમાં પોતાના કોર્પસનો રોકાણ કરે છે. તેના સિવાય ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને એસઆઈપીની મદદથી રોકાણની અનુમતિ આપે છે.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.