કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો શનિવારે ૫૧મો જન્મદિવસ હતો. રાહુલે ગયા વરસે કોરોનાના કારણે જન્મદિવસ નહોતો મનાવ્યો. આ વરસે પણ રાહુલે બર્થ ડે સેલિબ્રેશન કરવાનું ટાળીને કોંગ્રેસ કાર્યકરોને લોકોને માસ્ક, સેનેટાઈઝર, દવાઓ, ભોજન વગેરે વહેંચવાની વિનંતી કરી.
રાહુલના જન્મદિને કોઈ મોટો કાર્યક્રમ ના થયો પણ એક જોકના કારણે બર્થ ડે ચર્ચામાં રહ્યો. પેટ્રોલિયમ કંપનીઓએ શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો ના કર્યો. તેના કારણે એવી જોક ચાલી કે, મોદીએ રાહુલને બર્થ ડે ગિફ્ટ આપીને રાહુલના બર્થ ડેના માનમાં શનિવારે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો નહીં કરવા કંપનીઓને આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરી હતી કે, આજે ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ના કરીને અપવાદ સર્જ્યો ને તેના કારણે એ નિયમ સાબિત થયો કે ભાવો દરરોજ વધે છે. શુક્રવારે રાહુલે બીજી ટ્વિટ કરી હતી કે, સરકારના વિકાસની એ હાલત છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો બહુ મોટા સમાચાર બની જાય છે. આ બંને ટ્વિટને રાહુલના બર્થ ડે સાથે જોડીને લોકોએ શનિવારે મજા લઈ લીધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.