ભગવાન વિષ્ણુને સમર્પિત નિર્જળા અગિયારસનું વ્રત કરવા માટે,દરેક એકાદશી વ્રત કરવાનું મળે છે પહેલું ફળ

ભગવાન વિષ્ણુને સમર્પિત નિર્જળા અગિયારસનું વ્રત કરવા માટે દરેક એકાદશી વ્રત કરવાનું પહેલું ફળ મળે છે.

21 જૂન 2021 સોમવારે નિર્જળા અગિયારસ ખાસ બની રહેશે. આ દિવસે 2 શુભ યોગ બની રહ્યો છે, શિવ અને સિદ્ધિ બની રહ્યા છે. તેના સિવાય 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ પણ રહેશે. આ દિવસે સૂર્ય જલ્દી ઉદય થઈને મોડો આથમશે. સામાન્ય દિવસની તુલનામાં સૂર્યના કિરણો સૌથી વધારે સમય સુધી ધરતી પર રહેશે. આ પછી સૂર્ય દક્ષિણની તરફ ચાલવાનું શરૂ કરશે.

21 જૂને સાંજે 5.34 મિનિટે શિવ યોગ રહેશે અને સાથે સિદ્ધિયોગની શરૂઆત થશે. આ યોગ તમામ ઈચ્છાઓને પૂરી કરનારો માનવામાં આવે છે. આ સમયે કરાયેલા દરેક કામ સફળ થાય છે. શિવ યોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ કે દાન પણ શુભ પરિણામ આપે છે.  જ્યોતિષના માનવા અનુસાર અગિયારસના દિવસે સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં, મંગળ નીચ રાશિ કર્કમાં અને વક્રી શનિ મકરમાં અને વક્રી ગુરુ કુંભ રાશિમાં રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.