આ દેશમાં એક કિલો કેળાનો ભાવ હજારોને પાર થયો…ભૂખમરાનું સંકટ…

અમેરિકા સામે છાશવારે બાંયો ચઢાવનાર તાનાશાહ કિમ જોંગના દેશ ઉત્તર કોરિયા ભૂખમરાના સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. મળતી જાણકારી પ્રમાણે ઉત્તર કોરિયામાં અન્ન સંકટ એટલુ ઘેરૂ બન્યુ છે કે, ખાવા પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે.

અહીંયા એક કિલો કેળા ભારતીય ચલણ પ્રમાણે 3335 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલી વખત કિમ જોંગે ભૂખમરાના સંકટને સ્વીકાર્યુ છે અને કહ્યુ છે કે, મારો દેશ ખાવા પીવાની વસ્તુઓની અછત સામે ઝઝૂમી રહ્યો છે અને હાલમાં એવી હાલત છે કે, લાખો લોકોને ખાવાનુ પણ મળી રહ્યુ નથી.

કિમ જોંગે પોતાના પાર્ટીઓના નેતાઓની બોલાવેલી બેઠકમાં કહ્યુ હતુ કે, અનાજના ઉત્પાદનનુ લક્ષ્યાંક પૂરી થઈ ક્યુ નથી. કારણકે ગયા વર્ષે તોફાનોના કારણે પૂર આવ્યુ હતુ અને તેમાં પણ કોરોના વાયરસના કારણે ભૂખમરાનુ સંકટ ઉભુ થયુ છે.

જાણકારનુ કહેવુ છે કે, કોરોનાના કારણે ઉત્તર કોરિયાએ ચીન સાથેની બોર્ડર બંધ કરી દીધી હતી. જેના કારણે ચીન સાથેનો વેપાર ઓછો થઈ ગયો છે. ઉત્તર કોરિયા પોતાના ખાવા પીવાની વસ્તુઓના સપ્લાય માટે ચીન પર ઘણુ નિર્ભર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ઉત્તર કોરિયામાં એક કિલો ચા 5200 રૂપિયે, એક પેકેટ કોફી 7300 રૂપિયામાં વેચાઈ રહી છે.કિંમતોમાં વધારાના કારણે ઘણા લોકો માટે હવે બજારમાંથી અનાજ ખરીદવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.