યોગ દિવસે દેશના અનેક ભાગમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં યોગગુરુ બાબા રામદેવની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
લોકો એકસાથે મળીને એકબીજાની તાકાત બને તે જરૂરી છે. ભારત સહિત વિશ્વએ મોટા સંકટનો સામનો કર્યો છે અને સાથે છેલ્લા દોઢ વર્ષમાં નવા યોગ સાધકો બન્યા છે. કોરોનાના અદ્રશ્ય વાયરસે વિશ્વમાં દસ્તક દીધી ત્યારે આ સ્થિતિમાં કોઇ પણ દેશ કોઇ રીતે તૈયાર ન હતો. આવા મુશ્કેલ સમયમાં યોગ આત્મબળનું મોટુ માધ્મય બન્યું હતું.
ઉપચારની સાથે હિલિંગ પર ભાર આપે છે આ સાથે જ યોગ હિલિંગ પ્રોસેસમાં ઉપકારક છે. યોગ પર અનેક વૈજ્ઞાનિક પરિક્ષણો પર ચાલી રહ્યાં છે અને સાથે જ આ કારણે શાળાઓમાં પણ બાળકોને યોગ પ્રાણાયમ કરાવાય છે. હાલમાં ઓનલાઇન શિક્ષણમાં પણ અનેક શાળાઓ યોગ કરાવે છે. સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટુ ભાગ્ય છે. સારૂ સ્વાસ્થ્ય તમામ સફળતાનું માધ્યમ છે. યોગમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારીના સંકટમાં યોગ આશાની કિરણ બન્યું છે. આ સમયે સાર્વજનિક કાર્યક્રમો થયા નથી પણ યોગને લઈને ઉત્સાહ ઘટ્યો નથી. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના સંકટમાં પણ લોકો યોગને ભૂલી શકતા હતા પરંતુ તેને માટેનો ઉત્સાહ કાયમ રહ્યો છે. યોગ દ્વારા લોકો સંયમ અને અનુશાસનથી શીખી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે યોગ ફક્ત શારીરિક શક્તિ નથી પણ માનસિક રીતે પણ ચુસ્ત અને દુરસ્ત રાખે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ સ્ટ્રેસ અને સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી ક્રિએટીવિટીનો રસ્તો દેખાડે છે. અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ સુધી લઈ જાય છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ યોગ દિવસની ઉજવણી યોગ કરીને કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.