સસરા પાસેથી લાખો રુપિયા ઉછીનાં લીધાં, બાદ પત્નીને મારી અને અનૈતિક સંબધો બાંધ્યાં હતાં..

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના તરસાડીમાં રહેતા ભાજપ આગેવાનના પુત્રએ પોતાના સસરા પાસેથી લાખો રૃપિયા ઉછીના લઈ પરત ન કરી પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. પરિણીતાને સાસરિયા સતત માનસિક ત્રાસ આપી પિતા પાસેથી અવાર નવાર ઉછીના પૈસા મંગાવતા હતાં તેમજ પતિ પરી સાથે સંબંધમાં રંગે હાથે પકડાઈ જતા પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવા માર મારતા મામલો કોસંબા પોલીસ મથકે પહોંચ્યો હતો.તરસાડીની સોમનાથ સોસાયટીમાં ભાજપ અગ્રણી કિશોરસિંહ મોહનસિંહ કોસાડા, પત્ની કલ્પનાબેન, મોટા પુત્ર અમિત, પુત્રવધુ દેવયાની અમિતસિંહ કોસાડા, નાનો પુત્ર નિકુંજ અને નિકુંજની પત્ની ધારા સહીત પરિવાર સાથે રહે છે. અમિત ખેતી, પશુપાલન, કન્ટ્રકશન અને કાર્ટીંગનો ધંધો કરે છે..

અમિત અને દેવયાનીના લગ્નજીવનમાં ૧૦ વર્ષની દીકરી ;
અમિત અને દેવયાનીના લગ્નજીવનમાં ૧૦ વર્ષની દીકરી છે. અમિતે સગાઇ સમયે ભરૃચના ઝઘડીયા રહેતા સસરા દિલીપસિંહ ચૌહાણ પાસેથી કન્ટ્રક્શનના કામ માટે ઉછીના રૃ. ૨૦ લાખની માંગણી કરતા ઝઘડીયાની જમીન વેચાઈ ગઈ હોય રોકડા રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ રૃ. ૪ લાખ રોકડા ઉછીના લીધા હતા. બાદમાં લગ્ન સમયે દેવયાનીને કરિયાવરમાં ફર્નિચરના બદલે રૃ.૮ લાખ રોકડા અને અંદાજે ૩૩ તોલા સોનાના દાગીના આપેલા હતા.

લગ્નના દોઢ માસ બાદ અમિતે દાગીના લોકરમાં મુકવાના છે તેમ કહી દાગીના ગીરવે મુકી દીધા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ચાર-પાંચ માસ પછી જ સાસુ કલ્પનાબેને દેવયાનીને મહેણાં મારવાનું શરૃ કરતા ફરિયાદ કરતાં અમિતે મમ્મીનો સ્વભાવ એવો જ છે. તું ધીરે ધીરે સેટ થઈ જશે તેમ કહી વાતને દબાવી દીધી હતી. બાદમાં દેવયાનીને થતી હેરાનગતિ અંગે પિતાને જાણ થતા સમાજ રાહે નિકાલ કરવાનું જણાવ્યું હતું.

૨૦૧૨માં અમિત કેનેડા સ્થાયી થવાનું કહી પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા કરી એકાઉન્ટમાં રૃ.૨૦ લાખ બતાવવા માટે દેવયાનીના પિતા અને ભાઈ પાસેથી ચેકથી રૃપિયા મેળવ્યા હતા. ત્યારબાદ કિશોરસિંહે જમીનનો દસ્તાવેજ કરવા માટે ઉછીના રૃ.૭ લાખની માંગણી કરતા દેવયાનીના પિતાએ વિશ્વાસ ભરોસો રાખી ૭ લાખ આપ્યા હતા. ૨૦૧૭માં તરસાડીના ઘર ઉપર લીધેલી લોન ભરવા માટે રૃ. ૧૦ લાખ રૃપિયા દેવયાનીના પિતા પાસે મંગાવી લે તેમ કહેતાં દેવયાનીએ પિતાની તબિયત ખરાબ છે, રૃપિયા આપી શકે નહીં તેમ જણાવતા દેવયાનીને મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપી હતી.

દરમિયાન દેવયાનીના પિતાએ ઘરના લોનની રકમ ભરપાઈ કરી હતી. જે ધંધામાંથી પૈસા છુટા થાય ત્યારે આપવાની શરતે આપેલા હતા. દેવયાનીના દિયર નિકુંજસિંહે બીજા સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. દેવયાની ગર્ભવતી બનતા ઘરનાં કામકાજ બાબતે સાસુ, સસરા, નિકુંજ નાનીનાની બાબતમાં માનસિક ત્રાસ આપવા માંડયા હતા. અને પતિ ઝઘડો કરી મારઝુડ કરતો હતો. સંયુક્ત કુટુંબમાં સતત ઝઘડા થતા નિકુંજ પત્ની ધારા સાથે અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા બાદ દેવયાની પતિ સાથે એકલા રહેતા હતા. તેમ છતાં પણ દેવયાનીને અમિત ગેરવર્તન કરી માર મારી માનસિક ત્રાસ આપતો હતા. દેવયાનીને પિયરમાં ફોન કરવાની ના પાડતા હતા.

https://www.youtube.com/watch?v=OUZdSqalCcQ

અમિત રાત્રિ દરમિયાન ઘરે ઓછા આવતા પત્નીને આડાસંબંધની જાણ થઇ ;
અમિત રાત્રિ દરમિયાન ઘરે ઓછા આવતા દેવયાનીએ તપાસ કરતા શિવ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી સાથે અમિતને આડાસંબંધ હોવાની જાણ થઇ હતી. તા. ૩૧-૦૫-૨૯૨૧નાં રોજ હાંસોટથી વડોલી વાંક જતા રોડ ઉપર અમિતને પરી સાથે વૈદિક રિસોર્ટમાં દેવયાનીના પિતા અને ભાઈએ રંગે હાથ પકડી જાણ કરતાં કિશોરસિંહે તમે ખોટી રીતે અમિતને બદનામ કરો છો, નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી આપી હતી.તા.૧૨-૦૬-૨૦૨૧ના રોજ સવારે અમિતે મારે દેવું વધી ગયેલું છે, આ ઘર વેચી દેવાનું છે જેથી તું દીકરીને લઈ તારા પિતાના ઘરે જતી રહે તેમ કહેતા દેવયાનીએ ના પાડતાં રૃમમાં લઈ જઈ માર માર્યો હતો. દેવયાની ઘરની બહાર નીકળી જતાં અમિત પાછળ દોડતા દેવયાનીએ દરવાજો અંદરથી બંધ કરી દઈ મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન કર્યો હતો. દરમિયાન દેવયાનીએ કોસંબા પોલીસમાં પતિ અમિત સહિત તમામ છ જણા સામે ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.