પેટ્રોલ ડિઝલના ભાવ પહોંચી ગયા આસમાને,આજના ભાવ વધારા સાથે નવો ભાવ પણ,જાણો…..

આજે પેટ્રોલમાં 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે. સોમવારે ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ગયા મહિને કાચા તાલના ભાવ 12 ટકા વધીને રેકોર્ડ 74 ડોલર પ્રતિ બેરલ થયા હતા. છેલ્લા 49 દિવસોમં કિંમતોમાં 28મી વખત વધારો થયો છે. 4મેના બાદ અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.1 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં પણ 7.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

તેલ કંપનીઓ ઈંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસમાં કાચા તેલના ભાવ અને ડોલરના આધારે રૂપિયાની સ્થિતિના આધારે નક્કી કરે છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ મોટો ટેક્સ વસૂલે છે. આ સિવાય ઈંધણને પેટ્રોલ પંપ સુધી પહોંચાડવા માટે ખર્ચથી લઈને ડીલરના કમિશન સુધીનો ભાર સામાન્ય માણસ પર આવે છે.

દિલ્હીની વાત કરીએ તો અહીં કેન્દ્ર સરકાર પ્રતિ લિટર 34.80 ટકા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે તો રાજ્ય સરકાર 23.80 ટકા ટેક્સ વસૂલે છે. ડીઝલની વાત કરીએ તો કેન્દ્ર સરકાર 37.24 ટકા અને રાજ્ય સરકાર 14.64 ટકા ટેક્સ વસૂલે છે.

સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.