યૂનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ આપ્યા છે ખાસ આ આદેશ,પોલીસ નહીં ફાડી શકે કોઈ પણ વ્યક્તિનો મેમો…..

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવી ચીજોનું રિન્યુઅલ હવે 30 સપ્ટેમ્બર સુધી કરાવાયું છે. યૂનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ તેને લઈને દરેક ઈન્ફોર્સમેન્ટ એજન્સીને આદેશ પણ આપ્યા છે. તે આ દરેક ડોક્યુમેન્ટસ ભલે એક્સપાયર થયા હોય તો પણ માન્ય રાખવામાં આવશે. એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ ઓર્ડર વાહનોની સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને માટે નથી.

કેન્દ્ર સરકારના ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ માટે તારીખ વધારવાનો મતલબ છે કે તમને પોલીસ ચેકિંગ માટે રોકી શકે છે.

આ નિયમ ફક્ત ઉપરના ડોક્યુમેન્ટ માટે માન્ય છે જે 2020ના ફેબ્રુઆરીમાં સમાપ્ત થયા છે. અથવા તો 30 સપ્ટેમ્બર પહેલા પૂરા થવાના છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા નિયમો લાગૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ એમ પણ કહ્યું કે મોટર વાહન અધિનિયમ 1988થી સંબંધિત ડોક્યુમેન્ટની વૈદ્યતા 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દીધી છે. તેમાં પણ દરેક ડોક્યુમેન્ટ સામેલ છે જેની લિમિટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ ખતમ થઈ છે અથવા 30 તારીખે પૂરી થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.