લગભગ દરેક પરિવારની આવક આ કોરોનાકાળમાં ઘટી છે જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા પણ ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ ઘણી ખાનગી સ્કૂલો દ્વારા કોરોનાકાળમાં ઓનલાઇ ક્લાસમાં પણ યુનિફોર્મ ફરજીયાત કરીને વાલીઓ પાસે વધારાનો ખર્ચ કરાવડાવે છે.
કોરોના મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્ર ખુબ જ પ્રભાવિત થઇ ગયું છે. સ્કૂલો ખુલી શકે તેવી કોઇ સ્વસ્થ્ય સ્થિતિ હજુ સુધી ઉભી થઇ નથી કે નજીકના ભવિષ્યમાં સ્કૂલો શરૃ થાય તેમ પણ લાગતું નથી આવી અસ્પષ્ટ સ્થિતિ વચ્ચે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાનગી તથા સરકારી સ્કૂલો દ્વારા ઓનલાઇન અથવા વિડીયો મેસેજ મારફતે ભણાવવાનું શરૃ કરી દીધું છે. વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન એજ્યુકેશનથી હવે અનુભવી થઇ ગયા હોવાને કારણે મોબાઇલ, ટીવી તથા કોમ્પ્યુટરના મારફતે શિક્ષણ મેળવી રહ્યા છે અને ઘરે જ ક્લાસરૃમ જેવો માહોલ ઉભો કરી દીધો છે.
ત્યારે ગાંધીનગરની કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરતી વખતે સ્કૂલ ડ્રેસ જ પહેરવા માટે સુચના આપવામાં આવી છે. એટલે કે, ઓનલાઇન ક્લાસ વખતે ફરજીયાતપણે વિદ્યાર્થીએ સ્કૂલનો યુનિફોર્મ પહેરો પડે છે.
કોરોનાકાળમાં ખાનગી સ્કૂલની યુનિફોર્મ ફરજીયાત પહેરવાની નીતિ અનેક સવાલો ઉભા કરે છે ત્યારે વાલીઓમાં પણ સ્કૂલના આ નિર્ણયને લઇને રોષ ફેલાઇ રહ્યો છે. ઘણા વાલીઓ તો પોતાના વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં જ ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરવા માટે કહે છે ત્યારે શિક્ષકો દ્વારા ફરજીયાત યુનિફોર્મ પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. એટલુ જ નહીં, જો યુનિફોર્મ નહીં પહેરવામાં આવે તો તેને ઓનલાઇન ક્લાસ એટેન્ડ નહીં કરવા દેવાય તેવી ધમકી પણ આપવામાં આવે છે.
https://www.youtube.com/watch?v=EjJ6F8aA1xI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.