આ ખાતરનો વધુ પડતો ઉપયોગ જોખમી, ઓગેઁનિક ખેડૂતને ઓછા ખચૅ વધુ લાભ..

રાસાયણિક ખાતરના વધતા ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે. સાથે જ આ ખાતરને કારણે ફળદ્રુપ જમીન પણ ઝેરી બની રહી છે. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ખેડૂતોની સાથે ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. જો ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે અને જમીન પણ ઝેરી થતી બચી જશે.

રાસાયણિક ખાતરના ઉપયોગના આંકડાઓ પર નજર કરીએ તો ચાલુ વર્ષ 2021-22માં 51,922 મેટ્રિક ટન ખાતરનો વપરાશ થયો છે. ગત વર્ષે 2020-21માં રાજકોટ જિલ્લામાં 2,72,317 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો હતો.

ખેતરમાં ઊભા પાકમાં જીવામૃતનો ઉપયોગ અમૃત સમાન ;
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલ જણાવે છે કે, પાકમાં જીવામૃત આપવાથી કોઈપણ રોગથી પાકને મુક્તિ મળે છે. જીવામૃત બનાવવા માટે 10 લિટર ગૌમૂત્ર અને 10 કિલો ગાયના તાજા છાણમાં 1 કિલો દવા વગરનો ગોળ, 1 કિલો કઠોળનો લોટ 1 કિલો વડ નીચેની માટી લેવી. આ તમામ મિશ્રણને 200 લિટર પાણીમાં મિશ્રિત કરી સાંજ-સવાર એક અઠવાડિયા સુધી આ દ્રાવણને હલાવતા રહેવાથી જીવામૃત તૈયાર થઈ જાય છે.

ઓર્ગેનિક ખેતીથી શું ફાયદો? 

  • જમીન અને પર્યાવરણ ઝેરી થતું અટકશે.
  • ઝીરો બજેટથી ખેતીમાં મોટાભાગનો ખર્ચ થતો અટકશે.
  • આર્ગેનિક ખેતીમાં લાંબા સમયે ખેડૂતોને ફાયદો.
  • સંપૂર્ણ આર્ગેનિક રીતે તૈયાર થતા માલની કિંમત વધુ.
  • જમીનની ફળદ્રુપતામાં દર વર્ષે વધારો.
  • ગાય આધારિત ખેતીથી સ્વાસ્થ્ય સારું રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.