કોરોનાનો નવો વેરિએન્ટ બની ગયો પડકાર,રશિયાના અનેક વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર

બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે.  ઓસ્ટ્રેલિયામાં તો કોરોનાની સ્પીડ ઘણી વધારે છે. ગત 24 કલાકમાં હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે.  ત્યારે સેંકડો લોકોના મોત થયા છે.

રશિયામાં આ અઠવાડિયે રોજના 17 હજારથી વધારે મામલા સામે આવી રહ્યા છે  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે દેશના અનેક વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે. દુર્ભાગ્યથી કોરોનાના મામલા ઓછા નથી થઈ રહ્યા. અનેક વિસ્તારોમાં સ્થિતિ પહેલાથી વધારે ખરાબ છે. રશિયામાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોને રસી લાગી છે . જે કુલ વસ્તીના 11.2 ટકા છે.

બ્રિટનમાં કોરોનાના નવા મામવા વધી રહ્યા છે. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ નિર્દેશક સુશાન હોપકિંસે ચેતવણી જારી કરતા કહ્યું કે આપણે કોરોનાના નવા વેરિએન્ટના કાણે ઠંડીઓમાં લોકડાઉન લગાવવું પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.