તેલ કંપનીઓએ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના વધાર્યા ભાવ,જાણો શુ આજના ભાવ…..!!

સરકારી તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે એટલે કે આજે એકસાથે 35 પૈસાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી શકે છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 98.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88. 65 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલવાના કારણે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો. આ પછી છેલ્લા 31 દિવસમાં 7.79 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની સૂચના 26 ફેબ્રુઆરીએ જાહેર કરાઈ હતી. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ થેલ્લી વાર 27 ફેબ્રુઆરીએ 17 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં કર્યો હતો. આ પછી 2 મહિનાથી વધારે સમય સુધી કોઈ વધારો કરાયો નથી.

દિલ્લી
પેટ્રોલ- 98.11 રૂ/ લિટર
ડીઝલ -88.65રૂ/ લિટર

મુંબઇ
પેટ્રોલ- 104.22 રૂ/ લિટર
ડીઝલ- 96.16 રૂ/ લિટર

ચેન્નઇ
પેટ્રોલ- 99.18 રૂ/ લિટર
ડીઝલ- 93.22 રૂ/ લિટર

કોલકત્તા
પેટ્રોલ- 97.99 રૂ/ લિટર
ડીઝલ- 91.49 રૂ/ લિટર

સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.