દેશના 100 સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કરાયા,અલગ અલગ થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ

સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ મંત્રી હરદીપસિંઘ પુરીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

વધુમાં ક્લાઈમેટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કનાં પરિણામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પણ સુરત શહેરને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત સ્મેક સેન્ટર, આઈટીએમએસ, એએફસીએસ, સુરત મની કાર્ડ, સ્કાડા, એનર્જી જનરેશન, ટેરેટરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એઆઈસી સુરતી લેબ, મોડલ રોડ, સુમન આઈ, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, સોલાર-વીન્ડ પાવર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા મહત્ત્વના પ્રોજેક્ટોનું સફળતાપૂર્વક અમલ કરવા બદલ સુરતને સ્માર્ટ સિટીઝ મિશનના પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે દેશનાં તમામ 100 સ્માર્ટ સિટીઓમાં બેસ્ટ…..

સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં 4 કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, દેશની 100 સ્માર્ટ સિટીમાં જુદી જુદી થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો છે, જુદી-જુદી 9 કેટેગરીમાં પર્ફોમન્સના આધારે રેન્કિંગ ક્રમાંક જાહેર કરવામાં આવે છે જેમાં સુરત શહેર પ્રથમ સ્થાને આવતા સુરતવાસીઓમાં આંદનની લહેર જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં સુરત સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને છે. ક્લાઈમેટ સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરત અગ્ર સ્થાને છે .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.