હાંજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો હતો. આ દરમિયાન બીજા આતંકીને સેનાએ સરેન્ડર કરવામ કહ્યું હતુ. સેનાએ આતંકીને પરિવારજનો અને મિત્રોનો હવાલો આપ્યો. જે બાદ આતંકવાદી એકે 56 રાઈફલની સાથે સરેન્ડર થયો.
ઉલ્લેખનીય છે કે લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમે આ વિસ્તારમાં નાકા બંધી શરુ કરી.
આતંકવાદીઓની હાજરીને લઈને એક વિશેષ જાણકારીન આધાર પર સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું હતુ. સુરક્ષા દળો જેવા સ્થળ પર પહોંચ્યા કે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરુ કર્યો. જે બાદ અથડામણ શરુ થઈ ગઈ.
સેનાએ બીજા આતંકવાદીને સરેન્ડર કરવાની અપીલ કરી. સેનાએ કહ્યું કે તે પોતાના પરિવારજનો વિશે વિચાર કરે. પોતાના સાથીના પરિણામ વિશે વિચારે, તેના ગયા બાદ પરિવારનું શું થશે. આ બધું વિચારી જોવે. સેનાની આવી ભાવુક અપીલથી આતંકીએ સરેન્ડર કર્યું.
અધિકારીએ જણાવ્યું કે અંતિમ સુચના મળવા સુધી અભિયાન જારી રહ્યુ હતુ. સ્થિતિને જોયા વધારાની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી છે. આતંકી આ ગામમાં હુમલાના ઈરાદાથી છુપાયા હતા. આતંકવાદીઓને પ્લાન હુમલા કરવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.