બોલિવૂડમાં આમ તો સાંજ પડે ત્યાં કોરોડોના બિઝનેસ થઈ જાય છે. પરંતુ સામે કરોડોની ઠગી પણ થઈ જતી હોય છે. આ પહેલા અમીષા પટેલ પર પણ 2.5 કરોડ ઠગવાના આરોપો લાગ્યા હતા. એ જ રીતે હવે જાણીતો કોરિયોગ્રાફર તથા ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝા પર 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવા બદલ ગાઝિયાબાદ કોર્ટે તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર પણ વોરંટ જારી કર્યું છે.
ગાઝિયાબાદના સિંહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સત્યેન્દ્ર ત્યાગીએ રેમો પર કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. રેમો પર આરોપ છે કે ફિલ્મોમાં રૂપિયા લગાવવાના નામ પર તેની પાસે 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. મળતી માહિતી પ્રમાણે 2013માં સત્યેન્દ્ર ત્યાગી મુંબઈમાં રેમો ડિસૂઝાને મળ્યો હતો અને ત્યારે તેણે રૂપિયા આપ્યા હતા.
વાત ત્યાં સુધી પહોંચી હતી કે સત્યેન્દ્રએ રૂપિયા પાછા માંગવા બદલ રેમોએ જીવલેણ હુમલો પણ કરાવ્યો હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી બાદ 2016માં કોર્ટના આદેશ અનુસાર રેમો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન રેમો હાજર રહ્યો નથી અને તેથી કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. હવે બની શકે કે પોલીસ તેની ધરપકડ કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.