ડેલ્ટા પ્લસ કોરોના વાયરસ મળતાં ગુજરાત સરકારે કરી તૈયારી કોલેજોને થયાં આદેશ.

સુરત અને વડોદરામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવતાં સરકાર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શોધવા આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજોને કોરોના પોઝિટીવ કેસના સેમ્પલ પૂણે સ્થિત લેબમાં મોકલવા સૂચના આપી છે.

આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ય કરોનાના વાયરસમાં કોઇ ફેરફાર થઇ રહ્યાં છે કે કેમ તે જાણવા જીનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોના મતે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં પોઝીટીવ કેસોનું જીનોમ સિકવન્સ કરાતાં યુકે સ્ટ્રેઇન હોવાનુ જાણવા મળ્યું હતું.

મેડિકલ કોલેજોને કોરોના સેમ્પલ મોકલવા સૂચના;
આ ઉપરાંત કોરોનાના વાયરસમાં શું ફેરફાર થઇ રહ્યાં છે તે જાણવા માટે અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાંથી નિયમીત રીતે પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીને સેમ્પલ મોકલવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય મેડિકલ કોલેજોને પણ કોરોના સેમ્પલ મોકલવા સૂચના અપાઇ છે.

અત્યાર સુધી એક હજારથી વધુ સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે જેમા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો નથી. સૂત્રોનું કહેવુ છેકે, ભારત બાયોટેક રિસર્ચ સેન્ટરમાં ય કોરોનાના સેમ્પલનું જિનોમ સિકવન્સ કરી વાયરસના વેરિયન્ટની ચકાસણી કરાય છે. એક સેમ્પલની તપાસ માટે દસેક દિવસનો સમય થાય છે.

ઉલ્લેખનીય છેકે, રસી લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થતાં લોકોના સેમ્પલ લઇને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીને મોકલાયા હતાં. આમ,હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ હજુ વધુ કેસો છે કે કેમ તેના પર નજર રાખવા સેમ્પલના જિનોમ સિકવન્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે.આ ઉપરાત નવા વાયરસ સાથેની ત્રીજી લહેરનો સામનો કરવા આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.