દેશ હજુ 5Gનાં ફાંફા છે, ભારતે 6Gની શરૂ કરી તૈયારી, દૂનિયા આગળ વધી રહી છે..

ટેલિકોમ સ્ટાન્ડર્ડ્સ બોડી ઓફ ઈન્ડિયા (TSDSI)એ બુધવારે જણાવ્યું કે, તેણે સંયુક્તરાષ્ટ્રના બોડી આઈટીયૂ (વાયરલેસ ક્ષેત્ર)ને 6જી ટેક્નોલોજી પર એક વિઝન પેપર રજૂ કર્યો છે. જે વાયરલેસ ટેલિકોમ માટે વૈશ્વિક ધોરણોને અંતિમ રૂપ આપે છે. ટેલિકોમ્યુનિકેશંસ સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ સોસાયટી ઈન્ડિયા (ટીએસડીએસઆઈ)એ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યૂનિન-રેડિયા (આઈટીયૂ-આર)ને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 6જી એવી ટેક્નોલોજી હોવી જોઈએ જે તમામને મોબાઈલ સાથે સંબંધિત સમાજના વિકાસમાં મદદરૂપ થાય.

6જી ટ્રાવેલના ભાગરૂપે તે લક્ષ્યોને પૂરા કરવા માટે ભારતમાં રિસર્ચને આગળ વધારશે
ડિજિટલ વિભાજનને ઓછું કરવા અને સર્વિસના પ્રાઈવેટાઈઝેશન અને લોકલાઈઝેશન માટે સમર્થન સાથે ડેટા સિક્યોરિટી મેનેજમેન્ટ પર કેન્દ્રીત થાય. ટીએસડીએસઆઈએ જણાવ્યું કે, 6જી ટ્રાવેલના ભાગરૂપે તે લક્ષ્યોને પૂરા કરવા માટે ભારતમાં રિસર્ચને આગળ વધારશે તથા પ્રયત્નોના તાલ-મેલ માટે વૈશ્વિક ધોરણોની સંસ્થાઓ સાથે સહયોગ જારી રાખશે.

5જીની તુલનામાં 6જી રિસર્ચમાં 50 ગણી તેજ ઝડપ હાંસિલ કરી ;
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાઈ ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે મંગળવારે દાવો કર્યો કે, તેણે 5જીની તુલનામાં 6જી રિસર્ચમાં 50 ગણી તેજ ઝડપ હાંસિલ કરી છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક વરિષ્ઠ અધિકારીએ નવી 5જી ટ્રાન્સમિશન ઈક્વિપમેન્ટ પર કંપનીની રજૂઆત દરમિયાન કહ્યું કે, તેણે 5જી નેટવર્ક પર 5.23 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ (જીબીપીએસ)ની સ્પીડ મેળવી લીધી છે. તે ભારતમાં હાલ 4જી ઈન્ટરનેટ સર્વિસ જ ઉપલબ્ધ છે અને 5જી સર્વિસને શરૂ કરવાની પ્રક્રીયા હાલ ચાલી રહી છે.

https://www.youtube.com/watch?v=PL7bgI7w4T4

સેમસંગે 5 જી નેટવર્ક પર 5.23 ગીગાબાઇટ્સ પ્રતિ સેકંડ (જીબીપીએસ) સ્પીડ પ્રાપ્ત કરી ;
દક્ષિણ કોરિયાની ટોચની ટેક્નોલોજી કંપની સેમસંગે મંગળવારે 5જી ટેક્નોલોજી રિસર્ચમાં 6જીની સરખામણીએ 50 ગણી વધુ સ્પીડ મેળવવાનો દાવો કર્યો છે.સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન અને નેટવર્ક સ્ટ્રેટેજી નેટવર્ક બિઝનેસ હેડ વોનીલ રોહે ન વા 5જી ટ્રાન્સમિશન સાધનો અંગેની કંપની રજૂઆતમાં જણાવ્યું હતું કે, સેમસંગે 5 જી નેટવર્ક પર 5.23 ગીગાબાઇટ્સ પ્રતિ સેકંડ (જીબીપીએસ) સ્પીડ પ્રાપ્ત કરી છે.

ટેક્નોલોજીમાં વૈવિધ્યસભર તકોની દુનિયાનું નિર્માણ કરશે ;
નેટવર્ક બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વડા સુંઘયુન ચોઇએ જણાવ્યું હતું કે, 5જી ઉભરતી ટેક્નોલોજીમાં વૈવિધ્યસભર તકોની દુનિયાનું નિર્માણ કરશે જે ઉભરતા અનુભવો અને સેવાઓને સંપૂર્ણ રીતે આકાર મળશે. અમે 6જી વાસ્તવિકતામાં લાવવા માટે ઉત્સાહિત છીએ. હકીકતમાં અમે પહેલાથી જ ટેરાહર્ટ્ઝ કમ્યુનિકેશનનું નિદર્શન કર્યું છે જે 6 જી સાથે અમારી પ્રગતિ દર્શાવે છે. રીલીઝ કહેવામાં આવ્યું છે કે સેમસંગની 5જી તકનીક 6જી કરતા 50 ગણી ઝડપી છે. કંપનીના વ્હાઇટ પેપર અનુસાર, સેમસંગ ઓછામાં ઓછું 2028 સુધી અને વ્યાપક વ્યાવસાયીકરણ 2030 ની આસપાસ પૂર્ણ કરશે તેવી અપેક્ષા રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.