વતનમાં અમિત શાહ : ગાંધીનગર, કલોલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, દિવાળીમાં મુલાકાતીઓને મળશે

કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home minister) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP National President) અમિત શાહ (Amit shah) દિવાળી અંતર્ગત વતનની મુલાકાતે છે. વારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ બાદ તેઓ બપોરે કલોલની KIRC કોલેજમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આજે શાહ તેમના પરિવાર સાથે ધનતેરસ ઉજવશે.

કૉંગ્રેસે ગરીબી નહીં ગરીબોને હટાવ્યા : શાહ

ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાંધણગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને વિતરમ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસે ગરીબી નહીં ગરીબોને હટાવ્યા છે. નરેન્દ્રભાઈએ ગરીબી જોઈએ છે એટલે ગરીબી હટાવવા કામ કર્યા છે. નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે વર્ષ 2024માં જ્યારે ભાજપ વોટ માંગવા નીકળે ત્યારે દરેક ઘરમાં પીવાનું પાણી આવશે. જળસંચય અભિયાન અંતર્ગત પાણી બચાવવાનું મોટું અભિયાન શરૂ કર્યુ છે. નરેન્દ્રભાઈ દેશના 50 કરોડ ગરીબોને સારૂં જીવન જીવવાની વ્યવસ્થા કરી આપી. મને આ ક્ષેત્રના સંસદ તરીકે ઉંડો સંતોષ છે કે મે અનેકવીધ યોજનાઓના લાભાર્થીઓને ફાયદો કર્યો છે. ‘

સવારે ગૃહ મંત્રી શાહનું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ ઍરપૉર્ટ પર સ્વાગત કર્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.