પ્રેગનન્ટ મહિલાઓને માટે વેક્સીનેશન સુરક્ષિત છે,મહિલાઓ સેન્ટર પર જઈને કે ઓનલાઈન પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે

સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી કહેવાયું છે કે પ્રેગનન્ટ મહિલાઓને માટે વેક્સીનેશન સુરક્ષિત છે અને તે કોરોનાથી લડવામાં મદદ કરે છે. જે રીતે અન્ય લોકો માટે કરે છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે વેક્સીનેશન માટે મહિલાઓ કોવિન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વેક્સીનેશન ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત છે કે નહીં તેને લઈને અનેક મહિલાઓ વેક્સિન લેવાનું ટાળી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આપવામાં આવેલી જાણકારીના આધારે પ્રેગનન્સીના સંક્રમણનો ખતરો વધતો નથી, ખાસ કરીને મહિલાઓને સામાન્ય લક્ષણો હોઈ શકે છે.

કેટલીક મહિલાઓનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે. આવી મહિલાઓ જેની સ્થૂળતા વધારે છે, જેને હાઈ બ્લડ પ્રેશર છે અને જેમની ઉંમર 35 વર્ષથી વધારે છે તેમને કોરોનાનો વધારે ખતરો રહે છે.  ICMRના એક રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલી અને બીજી લહેરમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ કોરોનાનો શિકાર બની છે, એટલું જ નહીં ડિલિવરી બાદ પણ મહિલાઓમાં સંક્રમણનો ખતરો વધે છે.

પહેલી લહેરમાં તેમાં સિમ્પ્ટોમેટિક કેસ (લક્ષણો વાળા દર્દી) 14.2 ટકા હતો તો અન્ય લહેરમાં આ દર્દીની સંખ્યા વધીને 28.7 ટકાની જોવા મળી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.