જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ બે ડ્રાઇવરોની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રક ફૂંકી માર્યા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના શોપિયાં (Shopian)માં ગુરુવારે આતંકવાદી હુમલા (Terrorist Attack)માં સફરજન લેવા ગયેલા બે ટ્રક ચાલકોના મોત થયા છે જ્યારે અન્ય એક ટ્રકચાલક ઘાયલ થયો છે. બે ટ્રકચાલકોના મૃતદેહ પોલીસે કબજે લીધા છે અને ઘાયલ ચાલકને શ્રીનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રકચાલકો સુરક્ષા દળોને જાણ કર્યા વગર અંતરિયાળ હિસ્સામાં ગયા હતા. પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે જણાવ્યું કે, ગુરુવાર સાંજે શોપિયાંના ચિત્રગામમાં આતંકવાદીઓએ ટ્રકો પર ફાયરિંગ કર્યું જેમાં ત્રણ ચાલક ઘાયલ થઈ ગયા.

આતંકવાદીઓએ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં રજિસ્ટર થયેલા ટ્રકોને રોક્યા અને તેમની પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. તેનાથી બચવા માટે ટ્રકચાલકોએ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓએ સફરજનથી લદાયેલા ટ્રકોને પણ આગને હવાલે કરી દીધા.

એક મૃતક ટ્રકચાલકની ઓળખ રાજસ્થાનના અલવરના રહેવાસી મોહમ્મદ ઇલિયાસ તરીકે થઈ છે. ઘાયલ ચાલકનું નામ જીવન છે જે પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. ત્રીજા વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકવાદીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.