ભાજપનાં નેતાઓ તેમજ પદાધિકારીઓ કયાં છે તે હવે કમલમમાં બેઠા બેઠા જાણી શકશે… જાસૂસી યંત્ર…

ગુજરાતમાં કોરોના શાંત પડયો છે ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારી આદરી છે.હવે સંગઠનની કામગીરી માટે ભાજપે ખાસ એપ્લિકેશન બનાવી છે.

ડિજીટલ એપથી સજ્જ હાઇટેક ટેબલેટ આપવા ભાજપે નક્કી કર્યુ છે પણ આ એપના માધ્યમથી કમલમ બેઠા બેઠા ધારાસભ્ય,સાંસદ અને પદાધિકારી કયા સમયે,કયા સ્થળે કયાં છે તે જાણી શકાશે. ટૂંકમાં,ભાજપ હાઇટેક ટેબલેટના માધ્યમથી ધારાસભ્યોથી માંડીને સંગઠનના નેતાઓ પર વોચ રાખશે.

આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે અત્યારથી જ કમર કસી છે. ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના નેતા-પદાિધકારીઓને ચૂંટણીકામે દોડતા કરવા નક્કી કરાયુ છે. ભાજપની આઇટી ટીમે એક એપ બનાવી છે જેના આધારે ધારાસભ્યો,પદાિધકારી કયાં લોકસંપર્ક કરી રહ્યાં છે,કયા વિસ્તારમાં જઇ રહ્યાં છે તે એક ક્લિકે જાણી શકાશે.

આ ઉપરાંત એપના માધ્યમથી સંગઠનની બેઠક પણ યોજાશે. બેઠક હશે તો મેસેજથી આમંત્રણ પણ મોકલવામાં આવશે.જયારે જેને બેઠકમાં નહી બોલાવાય તેને વર્ચ્યુઅલ બેઠકમાં જોડાવવુ પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના પણ ટેબલેટમાં અપટેડ કરી શકાશે.હાલ સંગઠનની કામગીરીનું તમામ પેપરવર્ક ટૂંક જ સમયમાં પેપરલેસ થઇ જશે.આ એપનું મોનિટરીંગ કમલમથી ભાજપ આઇટી ટીમ કરશે. ટૂંક જ સમયમાં ભાજપના આ એપનું લોન્ચિંગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ધારાસભ્ય,સાંસદ સહિત 400 પદાિધકારીઓને હાઇટેક ટેબલેટ અપાશે. જોકે, હાઇટેક ટેબલેટથી નજર રાખવામાં આવશે તે જાણીને ધારાસભ્યોથી માંડીને પદાિધકારીઓની ચિંતા વધી છે કેમકે, આ ને ડિજીટલ ક્રાંતિ કહેવી કે પછી જાસૂસી.એ મુદ્દે કમલમમાં ગણગણાટ થઇ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.