રશિયામાં અચાનક કોરોનાના કેસમાં અભૂતપૂર્વ ઉછાળો આવતાં છેલ્લા 24 કલાકમાં રશિયામાં કોરોનાના 20,616 કેસ નોંધાયા છે અને 652 જણાના મોત થયા છે. રશિયામાં એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી વધારે મોત છે.
રશિયામાં રસી લેનારાઓની સંખ્યા ઓછી હોવાથી આરોગ્ય કર્મચારીઓ હવે નવા કેસો અને મરણાંક સામે ઝઝૂમી રહ્યા છે. રશિયાના સ્ટેટ કોરોના વાઇરસ ટાસ્કફોર્સે જણાવ્યું હતું કે ગયા ગુરૂવારથી દરરોજ સરેરાશ 20,000 કરતાં વધારે કોરોનાના નવા કેસો અને 600 કરતાં વધારે મોત નોંધાઇ રહ્યા છે.
રશિયાના આરોગ્ય અધિકારીઓએ જુનની શરૂઆતમાં આવેલા કોરોનાના નવા મોજા માટે રશિયનોની બેદરકારીને જવાબદાર ગણાવી છે. રશિયનો જરૂરી સાવધાની રાખતા નથી અને રસીકરણનો દર પણ ખૂબ ધીમો છે.
માત્ર 14% વસ્તીને આપી વેક્સિન ; કોરોનાની રસી સૌ પહેલાં વિકસાવવામાં અગ્રણી દેશોમાં રશિયા સામેલ હોવા છતાં માત્ર 14ટકા વસ્તીને કોરોના રસીનો એક ડોઝ આપી શકાયો છે. રશિયાના કોરોના ટાસ્ક ફોર્સ અનુસાર દેશમાં કોરોનાના કુલ 5.5 મિલિયન કેસો નોંધાયા છે અને 1,34,545 જણાના મોત થયા છે.
દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા વધીને 150 થઇ જતાં સરકારે ચાર મોટા શહેરમાં લોકડાઉન જાહેર કર્યું છે. એસ્ટ્રાઝેનેકા રસી લેવા બાબતે સરકારે સલાહ બદલતાં ગુંચવાડો સર્જાયો છે. ક્વિન્સલેન્ડ અને તેના પાટનગર બ્રિસ્બેનમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પાટનગર પર્થમાં પણ સિડની અને ડાર્વિનની જેમ ચાર દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.
દરમ્યાન હોંગકોંગે તેમના ત્યાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ન પ્રસરે તે માટે ગુરૂવારથી યુકેથી આવતી તમામ પેસેન્જર ફલાઇટ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.યુકેમાં પ્રસરેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે અત્યંત જોખમી દેશની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર જે લોકો યુકેમાં બે કલાક કરતાં વધારે સમય રહ્યા હોય તેમના પર હોંગકોંગ જતી ફલાઇટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
https://www.youtube.com/watch?v=x2Lhae6MMFA
ગયા ડિસેમ્બર બાદ હોંગકોંગની સરકારે આ બીજીવાર યુકેની ફલાઇટસ પર પ્રતિબંધ મુક્યો છે. દરમ્યાન ભારતને કોરોના મહામારીનો સામનો કરવા માટે બીજી વધારાની 41 મિલિયન ડોલરની સહાય કરવાની યુએસએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.આમ યુએસ દ્વારા કુલ 200 મિલિયન ડોલર કરતાં વધારે રકમની સહાય ભારતને કરવામાં આવી છે. દરમ્યાન યુએઇ અને અબુધાબી-દુબાઇ સહિત તેના સાત પ્રાંતોમાં કોરોના રસીના બંને ડોઝ લેનારાઓને જ જાહેર સ્થળે હરવાફરવાની છૂટ આપવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.