PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જંગલ સફારી સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી રહ્યું છે અને પ્રવાસીઓ માં આકર્ષણ પણ બની રહ્યું છે ત્યારે આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં જ પહાડો ની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી આકાર પાણી રહ્યું છે અને થોડાજ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જતા પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાશે ત્યારે હાલ માં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 31મી ઑક્ટોબરે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ થશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક સાઈડ સંપૂર્ણ વિકાસ થઇ ગઈ છે ત્યારે બીજી લેફ્ટ સાઈડ ને વિકસાવવા માં આવી રહી છે જેમાં કેક્ટસ ગાર્ડન વન વિભાગ દ્વારા વિકસાવવા માં આવી રહ્યું છે જેમાં ભારતની તમામ પ્રજાતિ સાથે વિદેશોની 50 થી વધુ પતંગિયાની પ્રજાતિઓ લાવવા માં આવશે જેને 31 ઓક્ટોબર ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે રિમોટ દબાવી સ્ટેજ પરથી ખુલ્લું મૂકાશે, અને શક્ય હશે તો મુલાકાત પણ લેશે.

કેક્ટસ ગાર્ડન સાથે આ બટરફ્લાય પણ નર્મદા વન વિભાગ ગોરા રેન્જ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા હાલ વિકસાવવા માં આવી રહ્યું છે અને જેમાં વિવિધ પ્રજાતિના પતંગિયા પ્રવાસીઓને જોવા મળશે। હાલ આ ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે. 31 ઓક્ટોબરના 5 દિવસ પહેલા આ રંગ બે રંગી પતંગિયા લાવવામાં આવશે। જે અનેરું આકર્ષણ પણ ઉભું કરશે, એટલુંજ નહિ પતંગિયા માટે વિકાસ કેન્દ્ર પણ બનશે જેના માટે તેના ખાસ કેર ટેકર મુકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.