કોરોના પર કાબૂ મેળવવા અમદાવાદ સહિતના ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી તમામ વ્યવસાયકારોને રસી લેવા ફરજિયાત કરાયુ હતું પણ રસીના ધાંધિયાના કારણે આ શક્ય બની શક્યુ હતું. આખરે રાજ્ય સરકારે રસી લેવાની મુદત વધારવી પડી હતી. હવે તા.૧૦મી જુલાઇ સુધી વેપારીઓએ રસી લઇ લેવાની રહેશે.
કોરોના કેસો ઘટ્યાં છે ત્યારે તમામ લોકોને રસી લઇ લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. હવે જયારે રસીને લઇને લોકોમાં જાગૃતતા આવી છે ત્યારે રસીના ધાંધિયા શરૂ થયા છે. રસીકેન્દ્રો પર લોકોની લાઇનો લાગી છે ત્યારે રસીકેન્દ્રો પર રસી નથી તેવા પાટિયા લાગ્યા છે. રસી કેન્દ્ર પર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા લોકો મજબૂર બન્યા છે.
રાજ્ય સરકારે તમામ વ્યવસાયકારોને ૩૦મી જૂન સુધી રસી લઇ લેવા આદેશ કર્યો હતો. રસી નહી લેનારા સામે પગલાં ભરવા પણ આયોજન કરાયુ હતું. સરકારના કડક વલણને જોતાં વેપારીઓ,શ્રમિકો સહિતના બધાય વ્યવસાયકારોએ રસીકેન્દ્રો પર દોટ લગાવી હતી પણ રસીકેન્દ્રો પર રસી મળતી નથી તેવી ફરિયાદો ઉઠી છે.
આ સંજોગોમાં સરકારે જ નિર્ણય ફેરવવા મજબૂર થવુ પડયુ છે. રસી લેવાની મુદતમાં વધારો કરાયો છે અને હવે તા.૧૦મી જુલાઇ સુધીમાં વેપારીઓએ રસી લઇ લેવા જણાવી દેવાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.