પડયાં પર પાટું, આજથી અમૂલ દુધમાં પ્રતિ લિટરે ૦૨ રૂપિયાનો ભાવ વધારો..

રાજ્યમાં લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાજકોટની ખાનગી ડેરીઓએ દૂધ અને દહીંમાં પણ ભાવ વધારો લાગુ કરી દીધો છે. દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે. તો દહીંમાં રૂ. પાંચનો ભાવ વધારો લાગુ કરી દીધો છે. અમુલ દૂધ અને દહીંના ભાવ વધારાને પગલે રાજકોટની સ્થાનિક ડેરીઓએ પણ ભાવમાં વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આજથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાંડના આજથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. જેથી આજે દૂધ લેવા જનારાઓ દુકાને જઇને ચોંકતા નહીં.

આ પ્રકારના દરેક વિસ્તારમાં આ ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલના એમડી આર.એસ. સોઢીના જણાવ્યાં અનુસાર એક વર્ષ અને પાંચ મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્તમ છુટક વેચાણ કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો દર્શાવે છે.

કોરોનામાં હાલ જનતાના ખિસ્સા ખાલી થઇ રહ્યાં છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે કોમનમેનને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે. અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ રૂ. 29 થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ રૂ. 23 થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ રૂ. 26 થયો છે. આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બીજી તરફ દૂધ સહકારી મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકો તેમજ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિલોફેટ દિઠ કિંમતમાં 45થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની અગાઉ આપવામાં આવતી કિલો ફેટદીઠ કિંમત કરતા આ વધારો છ ટકા ઊંચો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.