મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 માપવામાં આવી છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ આજે પણ વહેલી સવારે 04:52 મિનિટે આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર હતુ.
ઉલ્લેખનીય છે કે,નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ ઉપરાંત સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.