ડ્રાઈવિંગ લાયસન્સના બદલાયેલા નિયમોએ તમારું કામ સરળ બનાવી દીધું છે. તમે પણ જો ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા જઈ રહ્યા છો તો તમારા માટે આ નિયમો જાણી લેવા જરૂરી છે.
સરકારે અનેક સેવાઓને ઓનલાઈન કરી દીધી છે. તેનાથી તમે ઘરે બેઠા જ અનેક કામને સરળ રીતે કરી શકો છો તમારે આરટીઓના ચક્કર કરવા પડશે નહીં. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ લાયસન્સ બનાવવા માટે નવા નિયમ બનાવ્યા છે. આ પછી રજિસ્ટર્ડ ડ્રાઈવિંગ સેન્ટર્સથી સફળતાથી ટ્રેનિંગ લેનારા લોકોને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.
ધ્યાન આપવાની વાત એ છે કે જે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં તમે રજિસ્ટ્રેશન છે તે માન્યતા પ્રાપ્ત હોવી જોઈશે. આ સેન્ટરમાં ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લીધા બાદ તમને લાયસન્સ મળી જશે અને RTOના આંટા મારવા પડશે નહીં.
ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ માટે પ્રોસેસને ઓડિટ માટે ઈલેક્ટ્રોનિક રૂપે રેકોર્ડ કરી શકાશે. ખાસ વાત એ છે કે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તે જ ટ્રેનિંગ સેન્ટર્સને માન્યતા અપાશે જે ગાઈડલાઈન્સનું પાલન કરશે. આ ગાઈડલાઈન્સમાં ડ્રાઈવિંગ સેન્ટર્સની પાસે ટેસ્ટ માટે જગ્યા, ડ્રાઈવિંગ ટ્રેક અને બાયોમેટ્રિક ફેસિલિટી હોવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.