મોદી હૈ તો મુમકિન હૈ.. મોદી સરકાર મનમોહનનાં રસ્તે, ૫૯૪માં મળતો હતો સિલિન્ડર

આજથી દેશમાં મોંઘવારી પર વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઇ ગેસના ભાવ વધારી દીધા છે. દિલ્હીમાં આજથી 14.2 કિ.ગ્રાવાળો સિલેન્ડર 809 રૂપિયાની બદલે હવે રૂપિયા 834.50 રૂપિયામાં મળશે. એટલે કે ડાયરેક્ટ 25.50 રૂપિયાનો ભાવ વધારો થયો છે જે જનતાને આ કોરોનાકાળમાં વધુ એક માર પડ્યો કહેવાય.

દર મહીનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતા રહે છે ;
સરકારી ઓઇલ કંપનીઓ (Oil Companies) દર મહીનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડર (LPG Price) ના ભાવમાં ફેરફાર કરતી રહે છે. આ પહેલાં પણ 1 લી મેના રોજ ગેસની કંપનીઓએ LPG GAS Cylinder ના ભાવમાં કોઇ ફેરફાર ન હોતો કર્યો. આની પહેલા એપ્રિલમાં LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો કાપ મૂક્યો હતો જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધારો હતો.

https://www.youtube.com/watch?v=-WmjFHYzSnM

આ વર્ષે 140.50 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર ;
તમને જણાવી દઇએ કે, વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે, જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ રૂપિયા 694 હતો, જેને ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યાં. 15 ફેબ્રુઆરીના ભાવ વધીને રૂપિયા 769 કરી દેવામાં આવ્યાં છે. ત્યાર બાદ 25 ફેબ્રુઆરીના રોજ LPG સિલિન્ડરનો ભાવ રૂપિયા 794 કરી દેવામાં આવ્યો છે. માર્ચમાં LPG સિલિન્ડરનો ભાવ રૂપિયા 819 કરી દેવામાં આવ્યો છે. એપ્રિલની શરૂઆતમાં થયેલ 10 રૂપિયાના કપાત બાદ ઘરેલુ રસોઇ ગેસના ભાવ દિલ્હીમાં 809 રૂપિયા થઇ ગયા હતાં. વર્ષ દરમ્યાન જોવા જઇએ તો LPG સિલિન્ડરના ભાવ 140.50 રૂપિયા સુધી વધી ચૂક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.