ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલનું નિવેદન,ટેલિકોમ સેવાઓ પણ થઈ શકે છે મોંઘી : સુનિલ મિત્તલ

ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલનું કહેવું છે કે ટેલિકોમ સેવાઓ પણ મોંઘી થઈ શકે છે. ટેરિફ પ્લાન વધારવામાં કોઈ ખચકાટ રખાશે નહીં.

મને આશા છે કે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે ભારતનું ડિઝિટલ સપનું કાયમ રહે અને સાથે જ દેશમાં ઓછામાં ઓછા 3 ટેલિકોમ ઓપરેટર્સનું અસ્તિત્વ કાયમ રહે. સુનિલ ભારતી મિત્તલનું આ નિવેદન Vodafone Ideaના ખરાબ પરિણામોના એક દિવસ બાદ આવ્યું છે. તેમાં કંપનીએ ચોથી તિમાહીમાં 7023 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવ્યું હતું.

સુનિલ ભારતી મિત્તલે ભારપૂર્વક કહ્યું છે કે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીએ પોતાના ટેરિફ વધારવા જોઈએ. તેઓએ કહ્યું છે કે જો જરૂર પડી તો એરટેલ ટેરિફ વધારવામાં ખચકાશે નહીં. મિત્તલે કહ્યું કે જો કે ટેરિફને એકતરફી વધારાશે નહીં.

10 ટેલિકોમ ઓપરેટર પોતાનો બિઝનેસ બંધ કરી ચૂક્યા છે. 2 ઓપરેટર્સે વિલય કરી લીધો છે તો કેટલાક શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે ટેરિફ વધારવું હંમેશા ખરાબ હોય છે પણ તેને તે જગ્યાએ લાવો જયાં તે પહેલા હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.