ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણથી રાજીનામુ આપ્યાનું કહ્યું છે,મમતા ત્રિપુરામાં પણ ભાજપનો ખેલ બગડી શકે છે

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. ત્યારે ટીએમસી સામે બળવો કરી ભગવો ધારકણ કરનારા મુકુલ રોયે ફરી દીદીનો હાથ પકડ્યો છે.

ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણથી રાજીનામુ આપ્યાનું કહ્યું છે_જો કે હજું સુધી રાજીનામુ આપનારા ઘટક દળના ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણ હોવાનું કહ્યુ છે. પરંતુ કેટલાક મહિનાથી ત્રિપુરા ભાજપની અંદર કલેશ વર્તાઈ રહ્યો છે. આ જ કારણે રાજકારણ બેડામાં ચર્ચા છે કે શું બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી ભાજપનો ખેલ બગાડી રહ્યા છે. એટલું જ નહીં ત્રિપુરાને લઈને એક ગીત રિલીજ થઈ ચૂક્યું છે. બંગાળની જેમ અહીં પણ ‘ખેલા હોબે ત્રિપુરાય’ ગીત રિલિજ કર્યુ છે. ત્રિપુરામાં મમતાને એટલા માટે શક્યતા દેખાઈ રહી છે કેમ કે ગત કેટલાક મહિનાથી ત્યાં ભાજપની અંદર વિખવાદ ચાલી રહ્યો છે અને અનેક નેતામાં અસંતોષ વધી રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.