કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ ખતરનાક,નવા વર્ષ સુધીમાં દરેક દેશમાં 70 ટકા વેક્સીનેશન પૂરું કરાય તે જરૂરી

WHO ના પ્રમુખ ટેડ્રોસ અઘનોમ ઘેબ્રસેયસે કહ્યું છે કે લગભગ 100થી વધારે દેશોમાં કોરોના મહામારી ઘાતક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. શુક્રવારે તેઓએ કહ્યું કે ડેલ્ટા સ્વરૂપ વિકસિત અને પરિવર્તિત થઈ રહ્યો છે અને અનેક દેશોમાં કોરોનાનો પ્રમુખ વાયરસ બની રહ્યો છે.

WHO ચીફનું કહેવું છે કે વેક્સિનના 3 અરબ ડોઝ પહેલાથી વિતરિત કરાઈ ચૂક્યા છે અને કેટલાક દેશની સામૂહિક શકતિ પર છે કે તેઓ પગલા લે અને નક્કી કરે કે વેક્સિન મેળવી શકે. વિશ્વ સ્તરે અપાનારા વેક્સિનના ડોઝમાં 2 ટકા પણ ઓછા ગરીબ દેશમાં છે. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને કેનેડા સહિતના અમીર દેશોએ કોરોનાના એક અરબ ડોઝને દાન કરવાનો સંકલ્પ કર્યો છે.

યૂરોપીયન સેન્ટર ફોર ડિસિઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે કહ્યું હતું કે શક્ય છે કે આ ગરમીમાં ડેલ્ટા વેરિઅન્ટ અસર દેખાડે. ખાસ કરીન યુવાઓમાં જેઓને વેક્સિન મળી નથી. એજન્સીનું કહેવું છે કે નવા ડેલ્ટા વેરિઅન્ટ વધારે સંક્રામક છે.  એક અનુમાન છે કે ઓગસ્ટ મહિનાના અંત  સુધીમાં યૂરોપમાં 90 ટકા સુધી આ વેરિઅન્ટ સંબંધિત કેસ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.