વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રન (hit and run) ની સમસમી જવાય તેવી ઘટના બની છે. રેસિંગ જીપના તોતિંગ જીપ નીચે 7 વર્ષનો માસુમ બાળક કચડાયો હતો, અને તેનુ ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. ખાનદાની પરિવારના નબીરાઓએ ઉપરાઉપરી અકસ્માત સર્જીને પોલીસને દોડતી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી સાંજે રેસિંગ જીપના ચાલકે એક્ટિવા પર જતાં ત્રણ વ્યક્તિઓને એડફેટે લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં 7 વર્ષના માસૂમ બાળક કવિશ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જોકે, રેસિંગ જીપનો ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ તે આગળ અટક્યો ન હતો. જીપ ચાલકે હિટ એન્ડ રનની ઘટના બાદ અલવા નાકા પાસે ડિવાઈડર પર જીપ ચઢાવી દીધી હતી. આ અકસ્માત બાદ ત્યાં જ જીપ મૂકીને ચાલક ફરાર થયો હતો.
https://www.youtube.com/watch?v=3rUoDYRZL_M
આ જીપ ચાલક ખાનદાની નબીરો હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. સાથે જ જીપમાં ત્રણ સવાર લોકોની માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રેસિંગ જીપનો ચાલક દારૂના નશામાં હોવાનું પણ કહેવાય છે. માંજલપુર વિસ્તારમાં રોફ જમાવવા પૂરપાટ ઝડપે અસામાજિક તત્વો જીપ ચલાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.