રથયાત્રા યોજવા મામલે સરકારે લીધો અંતિમ નિર્ણય, ભકતો માટે સૌથી મોટા સમાચાર..

ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર આખરે રૂપાણી સરકારે અંતિમ મહોર મારી છે. ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ સમાચાર મળતા જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે નાથની નગરચર્ચા થઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. જો કે આ વર્ષે રથયાત્રાને શરતી મંજૂરી મળતા ભક્તો ઉત્સાહિત છે.

જાણો રથયાત્રા અંગે મહત્વનું નિવેદન આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું  ;                         રથયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી.
રથયાત્રા મામલે લેખિત અને મૌખિક રજૂઆતો પણ આવી.
રાજ્યમાં રિકવરી રેટ 98.54 ટકા થયો અને સતત 50થી 60 હજાર લોકોની ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ છે.
રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ.
જે રૂટ પર રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુ રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રથયાત્રામાં મંગળા આરતીમાં હાજર રહેશે.
કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી..
મહત્વનું છે કે, ભક્તોથી લઇને સૌ કોઇમાં એવી આશ હતી કે શું ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહીં. ત્યારે આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે ભક્તોની આસ્થાને ધ્યાને રાખી કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી આપી દીધી છે.

https://www.youtube.com/watch?v=ihmdAmm8Y9E

રાજકોટમાં જાહેર માર્ગો પર નહીં યોજી શકાય રથયાત્રા ;
અત્રે નોંધનીય છે કે, દર વર્ષે નીકળતી રાજકોટની રથયાત્રામાં આ વર્ષે ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે, ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર રથયાત્રા નહીં કાઢવામાં આવે. કોરોના મહામારીના કારણે રાજમાર્ગો પર રથયાત્રા નહીં નીકાળવામાં આવે. પરંતુ મંદિરના પટાંગણમાં જ રથયાત્રા નીકળશે. મંદિરમાં નીકળનાર રથયાત્રામાં પણ માત્ર સાધુ-સંતો જ હાજર રહેશે. ભક્તો આ રથયાત્રામાં ઉપસ્થિત નહીં રહી શકે. છેલ્લાં 20 વર્ષથી ભગવાનની આ રથયાત્રાનું આયોજન થતું હોય છે.

ઉલ્લેખનીય છે કે તા. 12 જુલાઇના રોજ સોમવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. જેને લઇને અગાઉથી જ શહેર પોલીસ પણ સજ્જ થઇ ગઇ છે. શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું તો બીજી બાજુ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે 3000 પોલીસકર્મીઓનું પોલીસ બ્રિફિંગ રાખવામાં આવ્યું. લોકલ પોલીસ, એસ.આર.પી તથા હોમગાર્ડ જવાનોને વિસ્તાર અંગે અને રથયાત્રાના રૂટ અંગે માહિતગાર કરાશે.

12મી એ આવશે અમદાવાદ મુલાકાતે;
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ તારીખ 10 ના રોજ સાંજે અમદાવાદ આવશે. તેઓ 11 તારીખે બપોરે 4 કલાકે સાણંદ APMCમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તદુપરાંત તેઓ સાણંદ-બાવળા તાલુકાના 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ 17 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 12 તારીખના રોજ સવારે અમિત શાહ જગન્નાથના મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપશે. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.