ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખના હોદ્દા પરથી સસ્પેન્ડ થયા બાદ નિખિલ સવાણીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નિખિલ સવાણીએ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
નિખિલ સવાણીએ જણાવ્યું કે, ‘કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું રચી રહ્યાં છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ જાય તો પણ હાર્દિકને જાણ કરવામાં નથી આવતી. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં લેવાતા મહત્વના નિર્ણયો અંગે પણ હાર્દિકને જાણ નથી કરાતી.’
https://www.youtube.com/watch?v=7O0T4mpsh80
નિખિલ સવાણી રાજીનામું આપે એ પહેલાં જ તેઓને સસ્પેન્ડ કરાયા ;
અત્રે નોંધનીય છે કે, ગુજરાત યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણી રાજીનામું આપે એ પહેલાં જ તેઓને સસ્પેન્ડ કરાયા છે. નિખિલ સવાણીને ગુજરાત યુથ કોંગ્રેસના ઈન્ચાર્જે સસ્પેન્ડ કર્યા છે. આજે તેઓ પત્રકાર પરિષદ કરીને રાજીનામું આપવાના હતાં. એ પહેલાં જે તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. બે દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલય પર નિખિલ અને ગુલાબસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેથી હવે નિખિલ સવાણી આપમાં જોડાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.
અમદાવાદમાં યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા મામલો છેક દિલ્હી પહોંચ્યો હતો ;
તમને જણાવી દઇએ કે, 6 જુલાઈના દિવસે અમદાવાદમાં યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા આ મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો, જ્યાર બાદ 6 લોકોને કારણ દર્શક નોટિસ આપીને નિખિલ સવાણીને પદમાંથી સસ્પેન્ડ કરાયો હતો. ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો છેક દિલ્હી પહોંચ્યો હતો. જેથી આ હોબાળા બાબતે કુલ છ લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજાને નોટિસ પાઠવાઇ હતી.
https://www.facebook.com/AsmitaNews/videos/914602762450832
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.