સુરતઃ અડાજણમાં આવેલા દક્ષ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ તિજોરીમાં રહેતા 30 તોલાના સોનાની દાગીના સહિત રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, અડાજણ જશવંતી નગર પાછળ આવેલા સમર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે કેયુરભાઈ મોદી પરિવાર સાથે રહે છે. કેયુરભાઈ મેડિકલ સ્ટોર ચલાવે છે. દરમિયાન મોડી રાત્રે રોસાડાનું બારણું ખુલ્લુ મૂકી સૂઈ ગયા હતા. જેથી ખુલ્લા દરવાજાની લાભ લઈ લૂંટારૂઓ ગેસ પાઈપ લાઈનથી ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા. કેયુરભાઈના દીકરા નીલના રૂમમાં ઘૂસેલા લૂંટારૂઓએ સ્પ્રે છાંટી બેભાન કર્યા બાદ તિજોરી સાફ કરી હતા. જેમાંથી 30 તોલાનાદાગીના અને 50 હજાર રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
સવારે માતાએ નીલનો દરવાજો ખખડાવતા 15 મિનિટ બાદ દરવાજો ખોલ્યો હતો. જોકે, નીલ ચક્કર આવીને બેડ પર જ ઢલી પડ્યો હતો. માતાએ દીકરાના રૂમમાં બધો સામાન વેરવિખેર જોતા બૂમાબૂમ કરી દીધી હતી. જેથી કેયુરભાઈ પણ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.