મહારાષ્ટ્રનાં રાયગડમાં ભારે વરસાદથી ભેખડો ધસી, જનજીવન ખોરવાઇ ગયું.

હાલ મહારાષ્ટ્રમાં મેધો મહેરબાન થયાં છે. ત્યારે આ વરસાદે મહારાષ્ટ્ર પર મુસીબત ઊભી કરી દીધી છે. મહારાષ્ટ્રનાં રાયગડ જિલ્લામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડવાને કારણે લગભગ અત્યાર સુધી ૩૫ લોકો મોત થયાં છે. રાયગડનાં કલેકટર ચૌધરીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, રાયગડમાં ભારે વરસાદને કારણે ૩૫ લોકો મોત થયા છે અને હજુ ૩૦થી વધુ લોકો ફસાયા છે.

ભારે વરસાદને લીધે મહારાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓ આ ભારે વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે સાથો સાથ જનજીવન પણ ખોરવાઈ ગયું છે. નદીઓનાં પૂરને કારણે કોંકણ રેલ્વે માગૅ સેવા પ્રભાવિત થઈ. આ રેલ્વે માં લગભગ ૦૬ હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે.

કોંકણ રેલ્વે સેવા પ્રભાવિત થતાં અત્યાર સુધીમાં ૦૯ ટ્રેનોનાં રૂટ બદલવાની તેમજ રદ કરાયા છે. વરસાદને કારણે કોંકણની મુખ્ય નદીઓ રત્નાગિરી અને રાયગઢ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે.

ધોધમાર વરસાદથી ચુપલુણનો પુળકેવાડી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં પાણીનુ જળસ્તર વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે આખા રત્નાગિરી જિલ્લામાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સંદતર ખોરવાઈ ગયો છે. મોબાઈલ ફોન નેટવર્ક પણ ખોરવાઈ જવાી ચીપલુણ આખા જિલ્લાથી સંપર્ક વિહોણુ થયું છે. તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને જે સંકટની સ્થિતિ ઉભી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.