શાળા તો શરુ કરવાની મંજૂરી મળી ગઇ પણ હજુ સુધી સ્કુલોને નથી મળ્યાં સંમતિપત્રક.

આજથી રાજ્યમાં ધોરણ-૦૯ થી ૧૧ ઓફલાઇન શિક્ષણ ચાલુ થવાનું છે, ત્યારે રાજ્ય સરકારે તો ઓફલાઇન શિક્ષણની મંજૂરી તો આપી દીધી છે . પરંતુ વાલીઓ માં હજુ ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી છે.આ પરથી જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાલીઓ માં કોરોનાની ત્રીજી લહેર આવશે અને જો પોતાનાં બાળકો ભોગ નાં બને તે માટે હજુ સુધી બાળકો ને સ્કૂલ જવાને મંજૂરી આપવામાં નાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

હજુસુધી સંમતિપત્રકો મળ્યા નથી,ત્યારે હજુ કેટલાક સ્કૂલ સંચાલકો ૦૨ થી ૦૩ દિવસ સુધી સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં નથી.થોડા સમય પહેલા શરૂ કરેલ ધોરણ – ૧૨ નાં વર્ગો માં વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. કયાંક ને કયાંક વાલીઓમાં હજુ સુધી કોરોનાનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.કેટલાંક વાલીઓ તો બાળકોનું વેકિસનેશન ન થાય ત્યાં સુધી સંતાનોને સ્કુલે મોકલવા તૈયાર નથી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી બુધવારે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ હતી અને સરકાર કોઈ નિર્ણય નહી લે તો 24 જુલાઈ ને શનિવારે ગુરૂ પૂર્ણિમાના દિવસથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની ચીમકી અપાઈ હતી. જોકે બાદમાં સરકારે 26 જૂલાઈથી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.