ત્રીજી લહેર સામે સરકારનું આગોતરુ આયોજન. રાજયમાં કુલ ૧.૧૦ લાખ ઓકિસજન સાથે બેડ રાખશે તૈયાર.

આમ તો જોવા જઇએ તો કોરોના બીજી લહેર ગુજરાતમાં ધાતક પુરવાર થઇ છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પણ આવે તેવી સંભાવના છે ત્યારે અત્યારથી રાજય સતકૅ બની છે. એટલું જ નહીં, ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી આરંભાઈ છે.

https://www.youtube.com/watch?v=PI7rYtp2G3Y

ત્રીજી લહેર સૌથી વધુ બાળકો ઝપેટમાં આવી શકે તેવી શકયતાઓ છે. રાજયમાં હોસ્પિટલોમાં કુલ ૧.૧૦ ઓકિસજન સાથેના બેડ તૈયાર રાખવા આયોજન કરાયું છે જેમાં ૩૦ હજાર આઈસીયુ બેડનો સમાવેશ થાય છે.

અત્યારે ગુજરાતની ૫૫ સરકારી હોસ્પિટલોમાં ૪૯ ખાનગી આરટી પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા છે. આગામી દિવસોમાં વધુ ૫૧ લેબોરેટરી શરુ કરવાનું સરકારે નક્કી કર્યું છે.

રાજ્યના 22 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. હાલમાં 330 એક્ટિવ કેસ છે જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 42 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી 8,14,307 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.74% છે.

https://www.youtube.com/watch?v=wn7JWMIacdM

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.