અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવના અધ્યક્ષ સ્થાને મેરેથોન ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર ઈ-ગુજકોપમાં પાછળ હોવાને લઇ ને ચચૉઁઓ કરવામાં આવી હતી.સાથે જ અમદાવાદમાં ગુનેગારીને ડામવા માટે ચચૉઁઓ કરવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=VlPHdMXZ5-4
શહેર પોલીસ કમિશ્નર ચાજઁ સંભાળ્યા બાદ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. અત્યાર સુધીની પહેલી એવી ક્રાઈમ કોન્ફરન્સ બની રહી,જે જગન્નાથ મંદિરનાં પરિસરના હોલમાં યોજાઈ હતી. પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવે કહ્યું કે મહિલા સુરક્ષા, નાકૉઁટિકસ સહિત મહિલાઓ અને બાળકોની સુરક્ષા સહિતનાં મુદ્દાઓની ગંભીરતા અંગે અધિકારીઓને માગઁદશઁન અને સૂચન આપવામાં આવ્યાં.
અમદાવાદ શહેરમાં શરીર સંબંધી ગુનાઓ માં વધારો થયાની કબૂલાત શહેર પોલીસ કમિશનરે કરી. સાથે જ આ પ્રકારના ગુનાઓમાં જલદીથી ડિટેક્શન થતુ હોવાની વાત પણ ઉમેરી તેમણે કહ્યુ કે, શહેરના પૂર્વ વિસ્તારમાં શરીર સંબંધી અને પશ્વિમ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધારે છે. આરોપી સામે કાર્યવાહી માટે પોલીસ નિયત મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરે છે. સ્ત્રી સંબંધી કેસમાં 60 દિવસ અને અન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. ધાડ અને લુંટ જેવા કિસ્સાઓમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી કેસ હોવાથી લોકોમાં ભય ઉભો થાય છે. જેને ડામવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરને આગામી દિવસોમાં કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેમજ સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..
https://www.youtube.com/watch?v=MUAAZ-r3OXY
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.