જો બેંક દેવામાં ડૂબે છે તો કેટલા દિવસની અંદર પોતાના રૂપિયા પરત મળશે, અને વધુમાં વધુ કેટલી રકમ મળશે તે ,આ અહેવાલમાં વાંચો..

સ્વાભાવિક છે કે બેન્કો ડૂબવા ને કારણે મુશ્કેલીમાં મુકાઇ જતાં લાખો સામાન્ય ડિપોઝિટસૅ ને હવે કોઈ પણ બેંક ડૂબી જતાં મોરેટોરીયમ નિયમ હેઠળ માત્ર 90 દિવસમાં પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતા ડી આઈ સી જી સી કાયદામાં સુધારા કરીને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી અને હવે આ બિલ સુધારા માટે સંસદમાં રજૂ કરાશે.

આ બિલ એવું કહે છે કે કોઈ પણ બેંક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોની તેમના ખાતામાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે .એના પહેલાં આ રકમ ફક્ત એક લાખ રૂપિયા હતી. આ સંશોધનથી ખાતાધારકો અને રોકાણકારોનાં નાણાં સુરક્ષિત પરત મળશે.

સાથે જ કહ્યું કે ,ભારતમાં ૦૧ લાખથી ૦૫ લાખ સુધીના બધા જ ખાતાની 98.3 ટકા રકમ વીમામાં હેઠળ આવરી લેવાશે. આ વીમા કવચ ડિપોઝીટ વેલ્યુનાં સંદભૅમાં ૫૦.૯ ટકા જેટલું થાય છે. વૈશ્વિક સ્તરે આ વીમા કવરેજ બધા જ ડિપોઝિટ ખાતાના ૮૦ ટકા જેટલું જ છે ,અને ડિપોઝિટ વેલ્યુનાં સંદર્ભેમાં વીમા કવચ ૩૦થી ૪૦ ટકા જેટલું જ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.