ગુજરાતમાં વરસાદ ને લઈને આવ્યા સમાચાર, હવામાન વિભાગે શું કરી આગાહી..

ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ખેડૂતો માટે આ વખતે માથા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આશા જ નથી.

https://www.youtube.com/watch?v=M_HiUdpXwwc

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.સારા વરસાદની આગાહી જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતુ અષાઢ મહિનાનો પૂર્ણ થવાના આવ્યો હોવા, છતાં જિલ્લામાં માત્ર ૨૫ ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

જિલ્લામાં સૌથી ઓછો વરસાદ લાખણી અને થરાદ પંથકમાં માત્ર ૭ થી ૧૦ ટકા વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ ફરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.

https://www.youtube.com/watch?v=-yeQjNXYZN0

વરસાદ ખેંચાતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકારે સિંચાઈના પાણીની મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. આપણી પાસે કડાણા ડેમ અને નર્મદા કેનાલમાંથી છોડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.