અમદાવાદના વટવા માં પૂર્વ પત્ની એ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘૂસી કરી હત્યા.. વટવા પોલીસે પૂર્વ પતિ સહિત ચાર આરોપીની ઘરપકડ કરી. પતિએ માનસિક વિકૃતતામાં આવીને ત્રાસના કારણે પંદર વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું છે. તો હવે જાણી લો કોણ છે તે ક્રૂર પતિ.
ગુજરાતના અમદાવાદના વટવા માં એક મહિલાની જિંદગી માટે આજીજી કરતી રહી. પરંતુ પૂર્વ પતિએ છરીના ઉપરા છાપરી 27 ઘા ઝીંકીને હત્યા કરી. ત્યાં સુધી કે મહિલા નો જીવ ન ગયો ત્યાં સુધી પૂર્વ પતિએ હેવાન બની છરીના ઘા મારતો રહ્યો. એ જ વિકૃત પતિ અજય ઠક્કર છે, જેણે તેના સાથી મિત્રો સાથે મળીને પૂર્વ પત્ની ની હત્યા કરાવી.
https://www.youtube.com/watch?v=-yeQjNXYZN0
પત્ની એક વર્ષ પહેલા છૂટાછેડા લઈને તેના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અંગત અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઇ ભાવેશ વૃષભ ,અને અન્ય એક સહિત ટોટલ ૦૭ લોકો ઈકો ગાડી લઇ મહિલા ના ઘરે રેકી કરીને. અત્યારના ગુનાને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે, કે પંદર વર્ષ પહેલાં મૃતક હેમાં મરાઠી એ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેઓના બે સંતાન છે .લગ્નના અમુક સમયગાળા દરમિયાન અજય ઠક્કર પોતાની પત્ની હેમાને અવારનવાર મારતો હતો. જેથી કંટાળીને હેમાં એ છૂટાછેડા લઇ. બે બાળકો અજય ઠક્કરને સોંપ્યા હતા. છૂટાછેડાના એક મહિના બાદ હેમાં એ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ થતાં લગ્ન કરી. અમદાવાદ વટવા માં સુરસાગર સોસાયટીમાં રહેવા આવી ગઈ હતી.
https://www.youtube.com/watch?v=M_HiUdpXwwc
હત્યારાઓની ઘાતકી માનસિકતાને રજુ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં છરી સાથે ડાયલોગ બોલતો આરોપી ભાવેશનો વીડિયો છે. આ વિડીયો જ સાબીત કરે છે કે હત્યારાઓ કેવી ક્રૂર માનસિકતા ધરાવે છે. પતિ-પત્નીના વિવાદમાં બે નિર્દોષ બાળકોએ માતાની મમતા અને પિતાનો વ્હાલ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.