સુરતમાં ફરી એકવાર સરકારી આવાસમાં મકાન ધરાશાયી. બે પરિવાર….

સુરતનાં ઓલપાડનાં એરથાણ ગામે બે જજઁરિત સરકારી આવાસ ધરાશાયી થતાં ધરમાં ઊંધી રહેલાં ૦૨ પરિવારોનાં સાત લોકો દબાયા હતાં. જેમાં ૦૨ વષઁની પાયલ નામની બાળકીનું મોત થયું છે. ધટનાનો અવાજ આજુબાજુમાં થતાં ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. અને ભારે જહેમત બાદ દીવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

માત્ર સુરતના ઓલપાડમાં જ નહીં પણ સુરત જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આવા જર્જરિત આવાસો છે, જ્યાં કોઈ પણ પ્રકારની મરામત કે નોટિસ કે અન્ય કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ચોક્કસ કામગીરી કરશે, કે જેથી આવી ઘટનાઓ ન બને તે પણ સૌથી મોટો સવાલ છે.

સમયસર સારવાર મળી જતા અન્ય લોકોનો જીવ બચી ગયો હતો. જોકે ગંભીર ઈજાના કારણે બે વર્ષની પાયલ નામની બાળકીનું મોત નિપજ્યું હતું. માત્ર ઓલપાડ તાલુકામાં નહિ, પણ સમગ્ર જિલ્લામાં ગરીબ આદિવાસીઓને આવાસનો કબજો આપ્યા બાદ સરકારી બાબુઓ પોતાની જવાબદારી ભૂલી જતા હોય છે અને જર્જરિત આવાસો સમય સમયે રિપેર નહી કરાતા આવી દુર્ઘટના બનતી રહે છે. પણ દુઃખની વાત એ છે કે નિર્દોષ ગરીબોના મોત પછી પણ તંત્ર જર્જરિત આવસો રિપેર કરવા કોઈ કામગીરી કરાતી નથી. આવા તો આખા જીલ્લામાં કેટલા આવાસો હશે જે દુર્ઘટનાની રાહ જોઇને બેઠા હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.