બનાસકાંઠાનાં આ દાદા થી ડરી ગઈ હતી પાકિસ્તાનની સેના.. આવો જાણો કોણ છે આ દાદા.

ઈ.સ ૧૯૭૧નાં ભારતનાં વિજય ઈતિહાસને આલેખિત બોલિવુડના અભિનેતા અજય દેવગણની ફિલ્મ ‘ભૂજ’માં પ્રાઈડ ઓફ ઈન્ડિયા ૧૩ ઓગસ્ટ એટલે કે આજે રિલિઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ સત્ય ધટના પર આધારીત ભારત – પાકિસ્તાનનાં ઈ. સ ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી એનો હિસ્સો અને કબ્જો કરવામાં જેનો સિંહફાળો છે એવા સૂઈ ગામનાં શૂરવીર રણછોડદાસ રબારી ઉફઁ પગીને યાદ કરેલ છે.

આવો જાણીએ ટૂંકમાં રણછોડદાસ રબારી ઉફઁ પગીની કહાની..

૧૯૯૮નાં વષઁમાં કચ્છનાં રેતીમાં દેખાતાં પગલાંને અમુક મિનીટો સુધી જોઈ રહે છે. રેતીનાં પગલાંની છાપ પરથી એ રબારી કાકા સચોટ જવાબ આપે છે. બી. એસ. સેફનાં જવાનો ને તેમની ક્ષમતા ઉપર ભરોસો છે.તેઓ એકાદ કલાકમાં ઊંટને પકડી પાડે છે. તે ઊંટ પર ૨૨ કિલો આર. ડી. એકસ જેવું ધાતક વિસ્ફોટક લદાયેલુઓ છે.અને ભગતવેરી નામનાં સ્થળેથી પાકિસ્તાની ધૂસણખોર પણ ઝડપાઈ જાય છે. અને રણ દટાયેલું ૪૬ કિલો આર. ડી. એકસ પણ મળી આવે છે.રણછોડદાસ પગલાં પરથી પેગરું શોધી કાઢવાની તેમની કળાનાં કારણે તેમને રણછોડ પગીનાં હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.

૧૯૬૫માં ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. એ યુદ્ધની શરુઆત નાં તબક્કે પાકિસ્તાની સેનાએ આપણાં ૧૦૦ જવાનોને મારી નાખી કચ્છ પર આવેલ વિધાકોટ ચોકી ઊપર કબ્જો મેળવી લીધો હતો. આવી સ્થિતિ માં કચ્છનાં રણની રેતાળ ભૂગોળથી તટ અજાણ એની લગભગ ૧૦ હજાર ભારતીય સૈનિકોને સમાવતી બીજી ટૂકડીને ત્રણ દિવસમાં છારકોટ પહોંચી જવા આદેશ મળ્યો સાથે રણછોડ પગીની દૈવી મદદ મળી.

પાકિસ્તાન સામેનાં વિજયમાં શિલ્પી ફિલ્ડ માશઁલ માણેકશા તો રબારી કોમનાં એક સાયન્ય માનવીનાં દેશપ્રેમથી એટલાં પ્રભાવિત થઈ ને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે તેમનાં નામની ભલામણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.