વડોદરા નગરપાલિકા અવાસમાં મકાનોનાં કરેલાં ડ્રોની યાદી બદલી કૌભાંડ આચરવાનો મામલો વધુ વિવાદિત બની રહયો છે. ત્યારે રાજયમંત્રી યોગેશ પટેલે મેયર કેયુર રોકડીયાને એક કાર્યક્રમમાં મંચ પરથી જ આરોપી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ટકોર કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. સાથે જ અધિકારીઓ ને ચોર કહેતાં વિવાદ ઊભો કર્યો છે.
રાજય સરકારનાં ૦૫ વષઁ પૂરા થતાં ઉજવણીનાં ભાગરુપે વડોદરા પાલિકાનાં ૦૭ ઓગસ્ટનાં સયાજીરાવ નગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં રાજયમંત્રી યોગેશ પટેલે આવાસમાં ૩૮૨ મકાનો ડ્રો કર્યા હતો. જેની યાદી એફોડઁબલ હાઉસિંગ વિભાગનાં કાયૅપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એમ.આઈ.એસ એકસપટઁ નીશીત પીઠવાએ એક કલાકમાં જ બદલી નાંખી અને ઓનલાઈન મૂકી દીધી હતી.
વડોદરામાં આજે વોલ્વો બસ ના નવા રૂટ શરૂ કરવાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી યોગેશ પટેલે મંચ પરથી જ મેયર કેયુર રોકડિયા ને કૌભાંડમાં સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી અમલવારી કરાવવાની ટકોર કરી હતી. સાથે જ અધિકારીઓને ચોર અને ભ્રષ્ટાચારી પણ કર્યા હતાં. તેમજ સમગ્ર મામલે વિજય રૂપાણી સાથે તેમની વાત થઇ હોવાનું તેમણે કહ્યું. અધિકારી કે નેતા જે પણ ચોરી કરતા હોય તેમને ના છોડવા જોઈએ.વડોદરા નગરપાલિકા ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી ના કરે પણ અધિકારીઓને નોકરીમાંથી પાણીચું આપી ઉદાહરણ રૂપ કાર્ય કરવી જોઈએ.
મહત્વની વાત એ આ કૌભાંડ મામલે પોલીસ કમિશનર નવાપુરા પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ ક્રાઇમ બ્રાંચને સોંપી છે. આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા ઉપર કોઈ રાજકીય નેતા નું દબાણ હોવાની વાત સામે આવી છે. ત્યારે શું પોલીસ તપાસમાં રાજકીય નેતા નું નામ સામે આવશે કે સમગ્ર મામલો દબાઈ જશે.?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.