ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ની સંભવિત ત્રીજી લહેરને લઈને ચાલુ વર્ષે પણ નવરાત્રીના આયોજન પણ ગ્રહણ લાગી શકે છે.સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોના ની ત્રીજી લહેર આવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ઉજવાશે કે નહીં તે મુંઝવણ છે.
https://www.youtube.com/watch?v=sR2zcFddoB8&t=12s
ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે કે આયોજન કરવું કે ન કરવું. ત્યારે વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઇટેડ વે અને મા શક્તિ ગરબાનુ આયોજન નહીં થાય તેવું કહયું છે. ત્યારે આયોજકોના આ નિર્ણય થી ખેલૈયામાં નિરાશા જોવા મળી છે.સતત બીજો વર્ષ પણ વડોદરાના મોટા ગરબા આયોજકો આયોજન નહીં કરે.
યુનાઈટેડ વે નાં ગરબા આયોજકો હેમંતભાઈ એ જણાવ્યું કે, લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે અમે કોઈ પ્રકારનું જોખમ લઈ શકી નહીં. ગરબામાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અશકય છે.
https://www.youtube.com/watch?v=vMVqjQm6ENI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.