૭૫ માં સ્વાતંત્ર્ય દિવસનાં પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશની છોકરીઓને મોટી ગિફટ આપી છે.મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે દેશની તમામ સૈનિક શાળાનાં દરવાજા હવે છોકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. દેશમાં હાલ ૩૩ સૈનિક શાળા સંચાલિત છે.ખાસ વાત છે કે, આ સ્કુલમાં ભણ્યા પછી દેશની દીકરીઓ દેશની સેનામાં સરકારી નોકરી મેળવી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એક ખુશી દેસવાસીઓને શેર કરી રહ્યો છું. મને લાખો દીકરીઓનો સંદેશ મળ્યો હતો કે તે પણ સૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે, તેમના માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલવામાં આવશે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓના પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યુ છે કે દેશની તમામ સૈનિક સ્કૂલને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે.
સૈનિક સ્કૂલનો સંચાલન સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, જે રક્ષા મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ અંતર્ગત આવે છે. સૈનિક સ્કૂલોની સ્થાપનાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછી ઉંમરમાં જ ભારતીય સશસસ્ત્ર દળોમાં પ્રવેશ કરવામાં માટે તૈયાર કરવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.